Category Archives: FYI

  • 0

ગૌ મુત્ર (Cow urine)

maxresdefault

 

થોડાક સમયથી, દશે દિશાઓમાંથી જોરશોરથી એવું સાંભળવામાં આવી રહ્યું છે કે ગૌમૂત્ર પવિત્ર છે, અને સાથોસાથ આરોગ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે જ.. વધુમાં ભારતીય સંસ્કૃતિ સમર્થક લગભગ દરેક મહાન આદરણીય ધર્મધુરંધરો અને મોટાભાગના આર્વાચીન રાષ્ટ્રવાદીઓ એ પણ આ પ્રકારનો સર્વજનહિતાય માર્ગદર્શક ઉપદેશ સમય સમય ઉપર આપતા રહીને સમગ્ર ભારતવર્ષની ઉત્તમ સેવા કરી છે.. એમના ઉપદેશને અનુસરીને આજે કરોડો ભારતીયો ગૌમૂત્ર નો સદુપયોગ કરી પવિત્ર અને આરોગ્યમય તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.. !

આ ઉત્તમોત્તમ પવિત્ર કાર્ય, શું આપણે માત્ર લોકોના શારીરિક સ્વાસ્થ્ય અને એમની મર્યાદિત પવિત્રતા પુરતું જ સીમિત રાખીશું ? જે ગૌમૂત્રના ઉપયોગથી પાપી લોકો પવિત્ર થઈ જતા હોય, એ ગૌમૂત્રનો ઉપયોગ મન્દીરોમાં દેવી દેવતાઓ પર અભિષેક કરવામાં કેમ કોઈને નથી સૂઝતું ? શિવલિંગ હોય કે આપણા સંકટમોચન હનુમાનજી હોય, શું એમની ઉપર ઘી દુધ તેલ જેવા ભેળસેળીયા વિકારી દ્રવ્યો નો ઉપયોગ યોગ્ય છે ? મંદિરોની ભૂમિ અને દેવી દેવતાઓની પવિત્ર પ્રતિષ્ઠાની જાળવણી માટે શું ગૌમૂત્ર નો અભિષેક કરવો જોઈએ કે નહી ? આપનો શું અભિપ્રાય છે ?


  • 0

Satellite Media

Category : FYI

2573c59ff032e644ce94d05d39d971beee09b7ba

સેટેલાઈટ મીડિયા મહત્વનું અને પ્રભાવશાળી પાત્ર છે. આ પાત્ર સાથે સુવાળા સબંધો બાંધવા માટે દરેક સમયની સરકારો પ્રયત્નશીલ એટલા માટે રહેતી હોય છે કે જેથી મીડિયાના રૂપ – વગનો પોતાના રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરી શકાય..જ્યારે દેશે સમાજવાદ રૂપી ગ્રામીણ પત્નીને છોડી, આર્થિક ઉદારીકરણની નવોઢા સાથે નવજીવન શરુ કર્યું ત્યારે આ દંપતી પાસે વારસામાં સિદ્ધાંતો કે આદર્શ નીતિનિયમોની એક ફૂટી કોડી પણ ન હતી ..એ આદર્શવાદની મૂડીના અભાવમાં સેટેલાઈટ મીડિયા દિશાહીન થઇ પોતાના સામાજિક દાયિત્વ થી ભટકી ગઈ અને ખુબ ઓછા સમયમાં સ્વચ્છંદતાના માર્ગે વળી ગઈ છે..સામાજિક વ્યવસ્થાના માર્ગદર્શક વડીલો ને એનું આ સ્વચ્છંદી પણું ગમતું ના હોય એ સ્વાભાવિક છે..પણ, શું કરીએ ..? મિયા બીબી રાજી તો ક્યા કરે કાજી .?