ગૌ મુત્ર (Cow urine)

  • 0

ગૌ મુત્ર (Cow urine)

maxresdefault

 

થોડાક સમયથી, દશે દિશાઓમાંથી જોરશોરથી એવું સાંભળવામાં આવી રહ્યું છે કે ગૌમૂત્ર પવિત્ર છે, અને સાથોસાથ આરોગ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે જ.. વધુમાં ભારતીય સંસ્કૃતિ સમર્થક લગભગ દરેક મહાન આદરણીય ધર્મધુરંધરો અને મોટાભાગના આર્વાચીન રાષ્ટ્રવાદીઓ એ પણ આ પ્રકારનો સર્વજનહિતાય માર્ગદર્શક ઉપદેશ સમય સમય ઉપર આપતા રહીને સમગ્ર ભારતવર્ષની ઉત્તમ સેવા કરી છે.. એમના ઉપદેશને અનુસરીને આજે કરોડો ભારતીયો ગૌમૂત્ર નો સદુપયોગ કરી પવિત્ર અને આરોગ્યમય તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.. !

આ ઉત્તમોત્તમ પવિત્ર કાર્ય, શું આપણે માત્ર લોકોના શારીરિક સ્વાસ્થ્ય અને એમની મર્યાદિત પવિત્રતા પુરતું જ સીમિત રાખીશું ? જે ગૌમૂત્રના ઉપયોગથી પાપી લોકો પવિત્ર થઈ જતા હોય, એ ગૌમૂત્રનો ઉપયોગ મન્દીરોમાં દેવી દેવતાઓ પર અભિષેક કરવામાં કેમ કોઈને નથી સૂઝતું ? શિવલિંગ હોય કે આપણા સંકટમોચન હનુમાનજી હોય, શું એમની ઉપર ઘી દુધ તેલ જેવા ભેળસેળીયા વિકારી દ્રવ્યો નો ઉપયોગ યોગ્ય છે ? મંદિરોની ભૂમિ અને દેવી દેવતાઓની પવિત્ર પ્રતિષ્ઠાની જાળવણી માટે શું ગૌમૂત્ર નો અભિષેક કરવો જોઈએ કે નહી ? આપનો શું અભિપ્રાય છે ?


Leave a Reply